Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આવતા વર્ષથી OMR નીકળી જશે!

ટુંક સમયમાં લેવાશે નિર્ણય

અમદાવાદ તા. ૧૯ : ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષામાં લેવાતું ૫૦ માકર્સનું બ્પ્ય્ પેપર હવે ૨૦૧૯થી નીકળી જશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ (GSHSEB) દ્વારા રાજયના શિક્ષણ વિભાગને પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે, SSC અને HSCની પરીક્ષાઓમાં NCERTનો અભ્યાસક્રમ અને સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાની પેટર્ન લાગુ કરવામાં આવે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, સરકાર GSHSEBના આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ટુંક જ સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ ૯ અને ૧૧માં NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે અને ૨૦૧૯થી ધોરણ ૧૦ અને ૧૨માં પણ તે જ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.

આ બાબતના જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, અત્યાર સુધી પરીક્ષામાં ૫૦ માકર્સના OMR પ્રશ્નો અને ૫૦ માકર્સના વિસ્તૃત પ્રશ્નો પુછાતા હતા. પરંતુ આવતા વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ CBSE પેટર્ન લાગુ પડશે, જેમાં OMR પ્રશ્નો નથી હોતા.

ધોરણ ૧૦માં OMR પેપરમાં મોટી સંખ્યામાં ચોરીની ફરિયાદો સામે આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ૪૫૦ સમૂહ ચોરીના કેસ સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ OMRમાં ૪૫-૫૦ માકર્સ મેળવ્યા હોય, પરંતુ બાકીના ૫૦ માકર્સના પેપરમાં માંડ ૫ માકર્સ પણ ન મેળવ્યા હોય. ૨૦૧૭માં આવી ૬૫૦ અને ૨૦૧૬માં ૫૫૩ ફરિયાદો મળી હતી.

(11:44 am IST)