Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપ ૨૧મીથી શરૂ કરાશે

વિવિધ વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન અપાશેઃ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઇ મેલ માર્કેટિંગ, કોમ્પીટીટર એનાલિસીસ સહિતના વિષય ઉપર માર્ગદર્શન મળી શકશે

અમદાવાદ, તા.૧૮: અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા અમદાવાદ શહેરમાં આગામી તા.૨૧ અને ૨૨ જુલાઈ, ૨૦૧૮ દરમ્યાન બે દિવસીય એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એન્ટરપ્રિન્યોર્સ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ્સ અને સ્ટાર્ટ અપ્સ માટે ખૂબ ઉપયોગી એવા આ વર્કશોપમાં સોશ્યલ મીડિયા માર્કેટીંગ, ઇ-મેઇલ માર્કેટીંગ, ગૂગલ એડવર્લ્ડઝ, લીડ જનરેશન ફોર બીઝનેસ, કોમ્પીટીટર એનાલિસીસ સહિતના મહત્વના વિષયો પર નિષ્ણાત તજજ્ઞો દ્વારા અગત્યની જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે. બે દિવસીય આ વર્કશોપનો હેતુ અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગ દ્વારા નવા એન્ટરપ્રિન્યોરશીપ તૈયાર કરવાનો અને તેમને ડિજિટલ વર્લ્ડમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં સહાયભૂત બનવાનો છે એમ અત્રે એએસડીએમના સ્થાપક અને ડિરેકટર લવ ત્યાગી અને માર્કેટીંગ ડિરેકટર શરદ એ.વોરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપનો બીજો હેતુ એ છે કે, આજના ડિજિટલ યુગમાં તમે કઈ રીતે ડિજિટલ માર્કેટીંગ અગ્રેસર રહી શકો તેનું જ્ઞાન અને ટેકનીક ઉપલબ્ધ કરાવવાનો છે. ડિજિટલ માર્કેટીંગના આ બે દિવસીય વર્કશોપમાં કોર્પોરેટસ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ અપ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. એએસડીએમ તેની હેડ ઓફિસ અમદાવાદ ખાતે ધરાવે છે અને તેણે વડોદરામાં પણ અન્ય શાખા શરૂ કરી છે. કોર્પોરેટ વર્લ્ડમાં આવશ્યક સ્કીલ્સને વિકસાવવાના હેતુથી એએસડીએમ દ્વારા ક્લાસરૂમ લાઈવ ટ્રેનીંગ આપવામાં આવે છે જેમાં ઓથેન્ટિકેટેડ સર્ટિફિકેશન્સ સાથે ૧૦૦ ટકા જોબ પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત બે મહિનાનો એક્સ્લુઝિવ ટ્રેનીંગ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે કે જેના દ્વારા ઓનલાઈન માર્કેટીંગ અને ડિજિટલ બ્રાન્ડિંગમાં વ્યક્તિને મદદ મળે છે. અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટીંગના સ્થાપક અને ડિરેક્ટર લવ ત્યાગીએ ઉમેર્યું હતું કે, હાલ સોશ્યલ મીડિયા માર્કેટીંગમાં સૌથી વધુ મહત્વનું ફેકટર ફેસબુક સાબિત થઇ રહ્યું છે. અમે વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સીઈઓ, ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ અપ્સને કન્સલ્ટન્સી આપીએ છીએ. અમે અમારા ડિજિટલ માર્કેટિંગ કોર્સને ત્રણ ભાગમાં વહેંચ્યો છે કે જે વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સીઈઓ અને ઉદ્યોગસાહસિકો માટે છે. દરેક સેગમેન્ટ તેઓને આ વર્કશોપ - વિસ્તૃત પ્રોગ્રામ પછી મળનારા લાભો માટે ઉપયોગી છે. અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે સંપૂર્ણ તાલીમ ૧૦૦ ટકા પ્રેક્ટિકલ બેકગ્રાઉન્ડમાં શક્ય બને કે જેથી ઉમેદવારો રિયલ ટાઈમ કેસ સ્ટડીઝને સમજી શકે અને તેના સેગમેન્ટ સાથે એ મુજબ જોડાઈ શકે. ડિજિટલ માર્કેટીંગ ક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી બનાવવા માટે ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે આ વર્કશોપ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.

(10:14 pm IST)
  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST

  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST