Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

NDRFનો વલસાડમાં ધામો: ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ વલસાડ આવી પહોંચી

રાજ્યના હવામાન વિભાગે ૧૮ જૂનથી ૨૩ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : રાજ્યભરમાં વરસાદી માહોજ જામ્યો છે. મેઘરાજા મન મૂકીને હેત વરસાવી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તકેદારીના ભાગરૂપે વડોદરા 06 NDRFના કમાન્ડન અજયકુમાર તિવારી અને જિલ્લા કલેક્ટરની સુચનાના આધારે વલસાડ જિલ્લામાં NDRFની ટીમ વલસાડ ખાતે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.

  હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લામાં એક NDRFની ટીમને સ્ટેન્ડબાઈ રાખવામાં આવી છે.

  NDRFની ટીમ દ્રારા જિલ્લાના તમામ નીચાણવાળા વિસ્તારોની માહિતી લેવામાં આવી છે. NDRFની ટીમ આધુનિક ઉપકરણો સાથે કોરોના મહામારી ને કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ લોકોનું રેસ્કયુ કરવાં માટે PPE કીટ તથા સેનેટાઇઝર તથા તમામ સાધનીથી સજ્જ બની વલસાડ ખાતે સ્ટેન્ડબાય તરીકે આવી પહોંચી છે. સાધનો સાથે સજ્જ છે જો કોઈ પુરની પરિસ્થિતિ સર્જાય તો લોકો નેઅને કોરોના ગ્રસ્ત લોકોને બચવા માટે પણ સજ્જ છે.

(6:17 pm IST)