Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

સુરતની લાલગેટ પોલીસે માછીવાડાના મકાનમાં છાપો મારી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા:20 હજારની મતા જપ્ત

સુરત: શહેરમાં લાલગેટ પોલીસે ગતરાત્રે સૈયદપુરા માછીવાડના એક મકાનમાં છાપો મારી ત્યાં પહેલા માળે જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.20,980 કબ્જે કરી તેમના વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મળેલી બાતમીના આધારે લાલગેટ પોલીસે ગતરાત્રે સૈયદપુરા માછીવાડ ઘ.નં.12/2306ના પહેલા માળે રહેતા સંદિપ ઉર્ફે લાલાભાઈના ઘરે છાપો માર્યો હતો. પોલીસે ત્યાં જુગાર રમતા મજૂરીકામ કરતા સંદિપ ઉર્ફે લાલાભાઈ કંચનલાલ કહાર ( ઉ.વ. 43 ), રીક્ષા ડ્રાઇવર સુરેશ ચંદુલાલ વાધેલા ( ઉ.વ.49 ), બુક બાઇડીંગનું કામ કરતા પીયુષ અરવીંદભાઇ ઢીમ્મર ( ઉ.વ.24 ), સેલ્સમેન વિજય ભગુભાઇ ઢીમ્મર ( ઉ.વ.39 ), વેપારી યોગેશ બાબુભાઇ ઢીમ્મર ( ઉ.વ.30 ), વેપારી અંકીત નટવરભાઇ ઢીમ્મર ( ઉ.વ.27 ), ખાનગી નોકરી કરતા અનિલભાઇ દામજીભાઇ ઢીમ્મર ( ઉ.વ.54 ), વેપારી નિમેષ રામલાલ કહાર ( ઉ.વ.29 ) અને મજૂરીકામ કરતા ભાવેશ પ્રતાપભાઇ સીંગોડાવાળા ( ઉ.વ.30 ) ( તમામ રહે. સૈયદપુરા, માછીવાડ, લાલગેટ, સુરત ) ને ઝડપી લીધા હતા.

(5:54 pm IST)