Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સુરતના પલસાણામાં ટાયર ફાટતા ટેમ્પો પલ્ટી ખાઈ જતા 25થી વધુ મજૂરોને ઇજા

ટાયર ફાટતા ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો

 

સુરતના પલસાણામાં ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પોમાં સવાર  25થી વધારે મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા 

   મળતી માહિતી પ્રમાણે સુરતા પલસાણાના બારડોલીના તરભણ ગામેથી પલસાણાની વિનીત નામની કંપનીમાં મજૂરો ભરીને ટેમ્પો પસાર થતો હતો.

ત્ યારે ટેમ્પોનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. ઘટનાના પગલે ટેમ્પોમાં સવાર 25 જેટલા મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(12:21 am IST)