Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમદાવાદમાં પીજી હોસ્ટેલમાં યુવતીની છેડતી કરનાર આરોપી ઝડપાયો

આરોપી ભાવિન શાહ ફૂડ ડિલિવરી તરીકે કામ કરે છે :સીસીટીવી ફૂટેજના આધારે દબોચી લેવાયો

 

અમદાવાદ : શહેરના નવરંગપુરા PG હોસ્ટેલમાં યુવતીની છેડતી મામલે આરોપી ઝડપાયો છે  CCTV ફૂટેજમાં નજરે પડતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. ભાવીન શાહ નામના શખ્શની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ફુડ ડિલિવરમાં કામ કરે છે.

  અંગેની વિગત મુજબ નવરંગપુરામાં પેઇગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીની છેડતીનો મામલે પોલીસે છેડતી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ આરોપી ભાવિન મેલા ઈરાદાથી ફરી 14 તારીખે મોડી રાતના યુવતીના રૂમમાં દાખલ થયો હતો.

  નવરંગપુરામાં પેઇગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીની છેડતીનો મામલે પોલીસે છેડતી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાના નિવેદન બાદ પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી હતી. છેડતીની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

   અમ્હીલા ક્રાઈમ ACP મીની જોસેફ અને મહિલા પોલીસની ટીમ PG હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં પીડિતાને સાથે રાખીને સમગ્ર ઘટનાને લઈ નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે મહિલા આયોગની ટીમ પણ PG હોસ્ટેલ પહોંચી હતી. પીડિતાની સાથે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

(11:15 pm IST)