Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમદાવાદ : સ્કુલ વાન તેમજ રિક્ષાચાલકની કાલે હડતાળ

હડતાળથી વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાશે : આરટીઓ અને ટ્રાફિક પોલીસની આક્રમક કાર્યવાહી અને ગાડીઓ ડિટેઇન કરવામાં આવ્યા બાદ હડતાળનો નિર્ણય

અમદાવાદ,તા.૧૯  : અમદાવાદ શહેરમાં આવતીકાલે સ્કુલવાન અને સ્કુલ રિક્ષા ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવનાર છે જેના પરિણામ સ્વરુપે સ્કુલી બાળકો અને વાલીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓને સવારમાં અને બપોરની સ્કુલોમાં પોતાને પહોંચવાની ફરજ પડશે. આજે સ્કુલવાન અને સ્કુલ રિક્ષા ચાલકો દ્વારા બેઠકો યોજવામાં આવ્યા બાદ હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના કારણે આવતીકાલે અમદાવાદ શહેરમાં સ્કુલો ઉપર અંધાધૂંધી સર્જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ગંભીર દુર્ઘટના બાદ અમદાવાદ આરટીઓ તંત્ર જાણે સફાળુ જાગ્યુ હતું અને શહેરના સાબરમતી, ચાંદખેડા, ભૂયંગદેવ, નિકોલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવી સ્કૂલવાનોનું બહુ કડકાઇથી ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં મોટાભાગની સ્કૂલવાનોમાં આરટીઓ નિયમો અને કાયદાકીય જોગવાઇઓનો ભંગ થયાનું સામે આવતાં ૪૫થી વધુ સ્કૂલવાન જપ્ત કરવામાં આવી હતી. જેને પગલે શહેરની વિવિધ શાળાઓમાં અને સ્કૂલવાન ચાલકોમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી અને હડતાળ તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આજે બપોરથી જ અનેક સ્કુલોમાં બાળકો અટવાઈ પડ્યા હતા. કારણ કે સ્કુલ વાન અને રિક્ષાચાલકો બાળકોને લેવા માટે અને મુકવા માટે પહોંચ્યા ન હતા જેથી બાળકોની સાથે સાથે વાલીઓને પણ મુશ્કેલી નડી હતી. આવતીકાલે વિધિવતરીતે હડતાળ પડવાથી હવે વધુ જટિલ સમસ્યા સર્જાશે. પોલીસે નિકોલમાં ઘટનાના આરોપી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી હતી, જેનો બાદમાં જામીન પર છૂટકારો થયો હતો. આ સમગ્ર દુર્ઘટના બાદ આરટીઓ તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલવાનોનું ચેકીંગ-ડ્રાઇવ ચલાવી જપ્તી સહિતની આકરી કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ચકાસણીની ઝુંબેશ વધારે તીવ્ર કરવામાં આવ્યા બાદથી જ રિક્ષા ચાલકો અને સ્કુલવાનમાં નારાજગી પ્રવર્તી રહી હતી. આરટીઓ અધિકારીઓ દ્વારા વહેલી સવારથી જ શહેરના સાબરમતી, ચાંદખેડા, ભૂયંગદેવ, નિકોલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવી સ્કૂલવાનોનું બહુ કડકાઇથી ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ખાસ કરીને સીએનજી કીટ ફીટ કરાવેલી સ્કૂલવાનમાં ફાયરસેફ્ટીની સાધનો જ રખાતા નહી હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી.

હડતાળની સાથે સાથે...

*    સ્કુલવાન ચાલકો અને રિક્ષા ચાલકોની આવતીકાલે હડતાળથી અંધાધૂંધી ફેલાઈ જવાના સંકેત

*    અમદાવાદમાં સ્કુલવાન ચાલકો જુદી જુદી માંગને લઇને નારાજ

*    નિકોલમાં બનાવ બન્યા બાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને મોટી સંખ્યામાં સ્કુલ વાન અને સ્કુલ રિક્ષાને ડિટેઇન કર્યા બાદ હડતાળ પાડવા નિર્ણય કરાયો

*    હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સવારમાં મુશ્કેલી નડશે

*    વાલીઓને બાળકોને મુકવાની ફરજ પડશે

*        નિયમ વિરુદ્ધ સ્કુલવાન અને રિક્ષાચાલકો બાળકોને ગાડીમાં બેસાડી રહ્યા છે સાથે સાથે જરૂરી કાયદા પાળી રહ્યા નથી

(8:27 pm IST)
  • છત્તીસગઢઃ સપાના નેતાનું અપહરણ કરી નકસલીઓએ ધારદાર હથીયારોથી હત્યા કરીઃ લાશ રસ્તા પર ફેંકી access_time 3:19 pm IST

  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST

  • ટીવી ચેનલોને સરકારની તાકીદ : મોદી સરકારે તમામ ટીવી ચેનલોને ટીવી ઉપર રીયાલીટી શો અને કાર્યક્રમોમાં બાળકોને અયોગ્ય, અજુગતા અને સજેસ્ટીવ સ્વરૂપે નહિં બતાવવા આદેશ આપ્યા છે access_time 4:03 pm IST