Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નડિયાદના અંધેજ નજીક બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેને ગંભીર ઇજા

નડિયાદ: તાલુકના અંધેજમાં રહેતાં દિલિપભાઈ કાંતિભાઈ રાઠોડ અને ગામમાં જ રહેતાં તેમના મિત્ર રાવજીભાઈ મોતીભાઈ રાઠોડ ગતરોજ સવારના સમયે મોટરસાઈકલ નં જીજે ૦૭ સીજી ૮૭૩૬ લઈ ખેડા નેશનલ હાઈવે નં ૮ પર આવેલ શાંન્તિનગર સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ મોટરસાઈકલ નં જીજે ૦૭ બીપી ૭૦૦૪ ના ચાલકે દિલિપભાઈની બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દિલિપભાઈ રાઠોડ અને રાવજીભાઈ રાઠોડને ઈજા પહોંચી હતી. 

આ બનાવ અંગે દિલિપભાઈ કાંતિભાઈ રાઠોડની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે મોટરસાઈકલ નં જીજે ૦૭ બીપી ૭૦૦૪ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:29 pm IST)