Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નડિયાદના ચકલાસીમાં પોલીસની હદ વિસ્તારમાંથી 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા અરેરાટી

નડિયાદ: તાલુકાના ચકલાસી પોલીસની હદ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી દારૂની પ્રવૃત્તિઓ વધી રહી છે.પોલીસની બાજનજર હોઈ છાશવારે દારૂ પકડાય છે.વધુ બે બનાવમાં ચકલાસી સ્થાનિક પોલીસે ભાખરપુરામાંથી રૂ.૭૮,૦૦૦ નો અને ખેડા એલસીબી પોલીસે ઉતરસંડામાંથી રૂ.૩૭,૦૦૦નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ આગામી તા.૪-૭-૧૯ ના રોજ રથયાત્રાનો તહેવાર હોઈ જિલ્લામાં દારૂબંધીના કડક અમલવારી માટે પોલીસતંત્ર દ્વારા પ્રોહી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગતરોજ ચકલાસી પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી. તે વખતે પોલીસને એવી માહિતી મળી હતી કે ચકલાસી તાબે ભાખરપુરા ગામમાં રહેતાં જયદીપ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલાએ ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને આ દારૂ ચકલાસીમાં આવેલ હોળીચકલા વિસ્તારમાં રહેતાં અજીતભાઈ અરવિંદભાઈ વાઘેલા અને ગણપત ઉર્ફે ગની અરવિંદભાઈ વાઘેલા વેચાણ કરી રહ્યાં છે. જેના આધારે ચકલાસી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચકલાસી તાબે આવેલ ભાખરપુરા ગામમાં રહેતાં રાજેશભાઈ ભગુભાઈ વાઘેલાના ઘર બહારથી ૧૩ બોક્ષમાં મળી કુલ ૧૫૬ નંગ બેગપાઈપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલો કિંમત રૂ.૭૮,૦૦૦ ની મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી જયદીપ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા, અજીતભાઈ અરવિંદભાઈ વાઘેલા અને ગણપત ઉર્ફે ગની અરવિંદભાઈ વાઘેલા સામે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:27 pm IST)