Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વડોદરાના શિનોર નજીક 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 8 વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા:શિનોર નજીકના એક ગામમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે  હવસખોર યુવક તેને ધમકાવી બળાત્કાર ગુજાર્યો હતો. જે ગુનામાં આરોપીને આઠ વર્ષની સખ્ત કેદ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, શિનોર નજીકના એક ગામમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીએ ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો છે. ધો.૧૦ પછી તેને ભણવાનું છોડી દીધું  છે અને હાલતમાં ઘરકામ કરે છે. ગત તા.૧૪-૮-૨૦૧૬ના રોજ સાંજે પાંચ વાગ્યે ૧૬ વર્ષની કિશોરી ખુલ્લી જગ્યામાં કુદરતી હાજત માટે ગઈ હતી. તે સમયે આરોપી રાકેશ ઉર્ફે શકો ગોવિંદભાઈ વસાવા લોખંડનું પાળીયુ લઈને આવ્યો હતો. કિશોરીને ડરાવીને આરોપી રાકેશે દુષ્કર્મ આચર્યું હતુ. કિશોરીએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેનું મોઢું દબાવી દીધુ હતુ. કિશોરીની  બૂમો સાંભળીને તેના દાદી દોડી આવ્યા હતા. દાદીએ આરોપીને ઠપકો આપતાં આરોપીએ તેમને પણ ધમકી આપી હતી. પૌત્રીને કપડા પહેરાવીને દાદી ઘરે લઈ ગઈ હતી. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ આર.એસ.ચૌહાણની રજૂઆતો ધ્યાને લઈ ન્યાયાધીશ એસ.ડી.સુથારે આરોપી રાકેશ (રહે. ઉતરાજ, તળાવવાળુ ફળીયુ, તા.શિનોર જિ.વડોદરા)ને કસુરવાર ઠેરવીને ૮ વર્ષની સખ્ત કેદ કરી છે.

(5:22 pm IST)