Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગુજરાતના કોરોનાગ્રસ્ત માલધારી પરિવારોને સહાય આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ રજૂઆત કરી

મોરબી માલધારી સમાજ અગ્રણી દ્વારા જીલ્લા અને રાજ્યના રબારી, ભરવાડ સહિતના માલધારી સમાજના કોરોનાથી મૃત્યુ પામેલા હોય અને કોરોના મહામારીનો ભોગ બનેલ હોય તેવા લોકોને હેલ્થ ડીઝાસ્ટર જાહેર કરી સહાય આપવા માંગ કરી છે
મોરબી કોંગ્રસ અગ્રણી તેમજ માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ભારત દેશના બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારે નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવાની હોય છે ત્યારે ગુજરાતમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોરબી જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં વસતા રબારી, ભરવાડ માલધારી સમાજના અનેક લોકો મૃત્યુ પામ્યા હોય જેમાં અનેક પરિવારના કમાનાર વ્યક્તિના મોત થયા હોય
જેથી પરિવારો આર્થિક કટોકટી ભોગવી રહ્યા છે જેથી હેલ્થ ડીઝાસ્ટર જાહેર કરી કોરોના મહામારીનો ભોગ બનેલ પરિવારોને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અને ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગત સહાય આપવા માંગ કરી છે

(6:45 pm IST)