Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેશનની હેલ્થ ટિમ પર હુમલો કરી મહિલા સાથે ગેરવર્તન કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં અમદાવાદ મ્યિનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમ  પર હુમલો કરીને  હેલ્થ વર્કરને લાફો માર્યો હતો, એટલું નહી મહિલા કર્મચારી સાથે પણ ઝપાઝપી કરીને સોસાયટીના લોકોએ લોકોને  શબક  શિખવાડવો પડશે કહીને વાહનોની  તોડફોડ કરવાની ધમકી આપીને કર્મચારીઓને ભગાડી મુક્યા હતા, ઘટના અંગે નિકોલ પોલીસે સોસાયટીના ચેરમન સહિત ૨૧ લોકો સામે ગુનોનોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવકને માસ્ક પહેરવાનું કહેતા બનાવ બન્યો હતો.

કેસની વિગત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નોકરી કરતા અને નવા નરોડામાં પ્રાર્થના પરિસરમાં રહેતા હાર્દિકકુમાર ભાસ્કરભાઇ જોષીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં  નિકોલ અમર જવાન સર્કલ પાસે આવેલી શ્રીધર ફ્લોરા સોસાયટીમાં રહેતા  હીરાભાઇ પટેલ તથા નિકુંજભાઇ અવસાણી અને રાજેશભાઇ ચૌહાણ તેમજ રોબિન પંચાલ સહિત ૨૧ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે સોસાયટીમાં એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમના પડોશી સહિત સોસાયટીના રહિશોના ચેકઅપ માટે મહિલા કર્મચારી સાથે ગયા હતા

(5:54 pm IST)