Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

વાવ પોલીસના જાપ્તામાંથી ચોરીનો આરોપી ભાગી ગયો: ખળભળાટ:લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો

સોનીની દુકાનના કાઉન્ટરમાંથી બે સોનાના ચેન લઈને ફરાર થતા દુકાનમાલિકે અને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો

વાવમાં દોઢ વર્ષ અગાઉ એક સોનીની દુકાનમાંથી ધોળાદિવસે કાઉન્ટરમાંથી બે સોનાની ચેઇન લઈ ફરાર થનાર આરોપી વાવમાં આવતાં દુકાન માલિકે તેને જોઈ જતાં ગામલોકોની મદદથી પકડી પાડી વાવ પોલીસને સોંપ્યો હતો. જે બીજા દિવસે એટ્લે કે આજે સવારે પોલીસને ચસ્કો દઈ ફરાર થઈ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

વાવ તાલુકાના ભાચલી ગામનો ભરતભાઇ શ્રીરામભાઈ બ્રાહ્મણ દોઢ વર્ષ પહેલાં વાવમાં અરવિદભાઈ સોનીની દુકાને સોનાની ચેઇન લેવા ગ્રાહક બની આવેલો ચેઇન જોઈ તેનો ભાઈ પૈસા લઈ આવે છે તેમ કહેતા દુકાન માલીક અરવિદભાઈ સોની ચા કહેવા જતાં દુકાનના કાઉન્ટર માંથી ભરતભાઇ એ ચેઇન લઈ ફરાર થઈ ગયો હતો. જેને લઈ દુકાન માલીક અરવિદભાઈ સોનીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે શનિવારે વાવમાં આવતા દુકાન માલિકે ગામ લોકોની મદદથી પકડી પાડી વાવ પોલીસને સોંપ્યો હતો. જે રવિવારે સવારે બાથરૂમ જવાનું કહેતા પોલીસે શૌચાલયમાં મુક્યો હતો. જ્યાંથી પોલીસને ચસ્કો આપી પોલીસ મથકના ધાબા ઉપર ચડી ફરાર થઈ જતા વાવ પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસ ચારે બાજુ શોધખોળ આદરી હતી. જોકે આરોપી મળી આવ્યો ન હતો.

(6:09 pm IST)
  • પ્રથમ તબક્કામાં થયેલ મતદાનમાં 91 સીટ માંથી એનડીએને 38થી 42 બેઠક: યુપીએને 4-7 અને અન્યને 44-46 સીટ મળી શકે છે.:તેવું એક્ઝિટ પોળનું તારણ access_time 7:08 pm IST

  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST

  • સરધાર પંથકમાં હવામાનમાં પલ્ટો.: સરધાર અને આસપાસ ગામોમાં ભારે પવન સાથે ગાજવીજ :.વરસાદ નથી તો પણ વાતાવરણ ઠંડક પ્રસરી access_time 9:59 pm IST