Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

નવસારી નજીકના અમલસાડ માર્કેટયાર્ડનો નિર્માણાધીન શેડ અચાનક તૂટી પડતા 8 મજૂરો દટાયા :બે ગંભીર

 

નવસારી પાસે આવેલા અમલસાડ માર્કેટયાર્ડમાં શેડના બાંધકામ વેળા શ્રમિકો સ્થળ ઉપર હાજર હતા તેવામાં અચાનક શેડ તૂટી પડ્યો હતો. જેના પગલે ભારે દોડધામ મચી હતી. શેડ તૂટી પડવાની સાથે ત્યાં કામ કરી રહેલાં 8 જેટલાં શ્રમિકો કાટમાળ નીચે આવી ગયા હતા. જેમને નજીકમાં હાજર લોકોએ બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવા માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે ઈજાગ્રસ્તો વધુ ગંભીર હોવાની પ્રાથમિક વિગતો સાંપડી હતી

(11:02 pm IST)