Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

નડિયાદ: કપરૂપુરમાં 1.83 કરોડનું વાસ બારોબાર વેચી કાઢવાના મામલે સરપંચ અને તલાટીની ધરપકડ

નડિયાદ: મહુધા તાલુકાના કપરૂપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા 1.83 કરોડ રૂપિયાના વાસનું બારોબાર ફુલેકું ફેરવવા મામલે મહુધા પોલીસ દ્વારા ગુરૂવારે બંનેની અટક કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહુધા તાલુકાના કપરૂપુરમાં વર્ષ 2010 માં બાલકુશ યોજના અંતર્ગત કપરૂપુરા ગામની સર્વે નંબર 31 માં ગ્રામપંચાયત હસ્તકની જમીનમાં વાંસની ખેતી કરવામાં આવી હતી.

જેને 2013માં શ્રેષ્ઠ પ્રોજેક્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2017 માં ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અપસેટ કિંમત રૂ.51,96,160 મા હરાજી કરવાની મંજુરી આપી હતી. જેના આધારે પંચાયત દ્વારા હરાજી યોજવામાં આવી હતી જે સમફ થઇ ન હતી. જ્યારબાદ નંગની જગ્યાએ વજન ઉપર હરાજી કરવાની મંજુરી માંગમાં આવી હતી. જોકે સરપંચ-તલાટી સહિત એપીઓએ કૌભાંડ આચરતા ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે તપાસના અંતે સરપંચ કિશોર પટેલ અને તલાટી મુકેશ ડામોરની ધરપકડ કરી હતી.

(6:00 pm IST)