Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મહેસાણા-મુસલણ રૂટના એસટી બસ ડ્રાઈવરનું ચાલુ બસે એટેક આવતા બસ ખેતરમાં ઉતરી

વિસનગર: વિસનગરના ઉદલપુરની સીમમાં પસાર થઇ રહેલી મહેસાણા-મુલસણ રૂટની એસટી બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બસ જમણી સાઇડના ખેતરોમાં ઉતરી ગઇ હતી. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો. બીજબાજુ, બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયેલા ડ્રાઇવરનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે કંડક્ટરના નિવેદનને આધારે નોંધ કરી છે.

મહેસાણા એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર મહેસાણા તાલુકાના દેલોલી ગામના પ્રકાશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા અને ડ્રાઇવર મુલસણના ચાવડા દશરથજી છગુજી ગુરુવારે સાંજે 7-20 વાગે મહેસાણાથી મુલસણ જવા એસટી બસ (જીજે 18 જે 8661) લઇને નીકળ્યા હતા. રાત્રે 8-15 વાગે બસ ઉદલપુરથી ધારૂસણા તરફ જઇ રહી હતી, ત્યારે અચાનક જમણી સાઇડમાં ખેંચાઇને બાજુના જુવારના વાવેતરવાળા ખેતરમાં ઉતરી ગઇ હતી. આથી બસમાં સવાર ચાર મુસાફરો અને કંડક્ટર ગભરાઇ ગયા હતા.

(5:59 pm IST)