Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વડોદરા નજીક દેણા ચોકડી પાસે પાંચ વાહન ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ ફસાયા

વડોદરાઃ વડોદરા શહેર નજીક દેણા ચોકડી પાસે પાંચ વાહનોનો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત મારૂતિ વાન, ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક અને કૉલેજ બસ વચ્ચે સર્જાયો હતો. જેમાં કોલેજ બસમાં 5 જેટલા સ્ટુડન્ટ ફસાયા હતા. જેથી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-8 પર દેણા ચોકડી પાસે પાંચ વાહનો એક સાથે ધડાકાભેર અથડાયા હતા. મારૂતિ વાન, ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક અને કૉલેજ બસ સર્જાતા દોડધામ મચી ગઇ હતી. અકસ્માતગ્રસ્ત એનસીટી કોલેજની બસમાં પાંચ જેટલા સ્ટુડન્ટ ફસાઇ ગયા હતા. જેથી તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને બસમાં ફસાયેલા સ્ટુડન્ટ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ટ્રેક્ટર અને મારૂતી વાનમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:59 pm IST)