Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સુરતના સણિયાની સીમમાંથી મહિલા અને બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા તપાસ શરૂ

સુરત:નાં સણિયા ગામની સીમમાંથી સણીયા ભેસ્તાન રોડ પરથી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલા અને બાળકની ખુલ્લા ખેતરમાથી કોથળામાં લાશ મળી આવી છે. મહિલાને ખોપરીના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સણીયા ભેસ્તાન રોડ પાસેથી સગભગ પચ્ચીસ વર્ષની મહિલાની અને બાળકીની લાશ પડી હોવાની જાણ આજે સવારે પોલીસને થઇ હતી. જેના અનુસંધાને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ આરંભી હતી. જેમાં મહિલા અને બાળકની લાશ એક પોટલામાં બાંધેલી મળી આવી હતી.

હાલમાં પોલીસે મહિલા અને બાળકની ઓળખ થાય તે માટેની તજવીજ હાથ ધરી છે. તમને જણાવી દઇએ કે, આ અગાઉ પણ પાંડેસરા વિસ્તારમાં મહિલા અને બાળકીની હત્યા થઈ હોવાથી પોલીસ કાફલા મોટી સંખ્યામાં ઉતરી આવ્યો હતો અને બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.

(5:59 pm IST)