Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વાપીમાં ઉછીના પૈસા લઇ ધમકી આપનાર મિત્ર વિરુદ્ધ ફરિયાદ

વાપી: વાપીમાં રહેતા મિત્રને મુંબઈમાં વેપારધંધા માટે દુકાન ખરીદવાની હોવાથી ફાયનાન્સનો ધંધો કરતાં મિત્ર પાસેથી રોકડા રૃ.૫૦ લાખ ઉછીના લીધા હતા. જેની સામે મિત્રએ રૃ.૫૦ લાખના ચાર ચેકો આપ્યા હતા. જે રિટર્ન થતાં ઉછીના નાણાં લેનાર મિત્ર પૈસા મળશે નહીં, પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખીશ અને ઈન્કમટેક્ષમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. જેને લઈ મિત્રની પત્નીએ પોલીસમાં અરજી કરી ન્યાયની માંગ કરી છે. વાપીના ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં નરેન્દ્ર પરમાર પત્ની નિર્મલાબેન રહે છે અને ફાયનાન્સનો ધંધો કરે છે. નરેન્દ્ર પરમારની મિત્રતા ગુંજન વિસ્તારની રાજશ્રી સોસાયટીમાં રહેતાં કમલેશ રમણીકલાલ શાહ સાથે થઈ હતી. મિત્રતા ગાઢ બનતાં કમલેશ શાહે મુંબઈમાં વેપાર-ધંધો કરવા માટે દુકાન લેવાની વાત કરી નરેન્દ્ર પાસેથી રોકડા રૃ.૫૦ લાખ ઉછીના લીધા હતા. અને ટુંક સમયમાં પરત આપવાની બાંહેધરી આપી હતી. જેની સામે કમલેશ શાહે યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના ચાર જુદાજુદા ચેકો પણ આપ્યા હતા. પૈસા પરત માંગતા કમલેશ શાહે બેંકમાંથી ચેક પાસ કરાવી પૈસા લઈ લેવા જણાવ્યુ ંહતું. પરંતુ બેંકમાં બેલેન્સ નહીં હોવાથી બે વખત ચેક રિટર્ન થતાં ફરિયાદ દાખલ કરવાનું જણાવતાં કમલેશ શાહ વારંવાર ધમકી આપતો હતો. જે અંગે તા.૧૪ મે અને તા.૧૭મેના રોજ નરેન્દ્ર પરમારની પત્ની નિર્મલાબેને જિલ્લા પોલીસ વડા અને વાપી ટાઉન પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી.

(5:57 pm IST)