Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વડોદરામાં કિશોરીને ફોસલાવી મિત્રએ નવી બાઈક લેવા 37 હજારના દાગીના પડાવ્યા

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં રહેતી કિશોરીને તેના બોયફ્રેન્ડે ભોળવીને નવી બાઈક ખરીદવા માટે ૩૭ હજારના દાગીના પડાવી લીધા હતા. આ બનાવની વિદ્યાર્થિનીના પિતાએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિદ્યાર્થિનીના બોયફ્રેન્ડની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા છે. ન્યસમા રોડ પર રહેતી ૧૫ વર્ષીય કિશોરી ધો.૯ સુધી અભ્યાસ કર્યા બાદ હાલમાં માતાને ઘરકામમાં મદદ કરે છે. તેની સાથે અગાઉ શાળામાં અભ્યાસ કરતાં વિક્રમ જગાભાઈ ભરવાડ (ચંદનપાર્ક સોસાયટી,સમા કેનાલરોડ) સાથે કિશોરીને મિત્રતા હતી. આ ે મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને વિક્રમ ભરવાડે 'મારે નવી બાઈક ખરીદવાની છે..તારી પાસે પૈસા કે દાગીના હોય તો તે મને આપ , હું પછી તને પૈસા અને દાગીના પાછા આપી દઈશ 'તેમ કિશોરીને જણાવ્યું હતું. તેની વાતોમાં ભોળવાયેલી કિશોરીએ તેના પિતાએ નવા બનાવેલા ૩૭ હજારથી વધુની કિંમતના દાગીનાની ગત ૧૪મી અપ્રિલે ઘરની તિજોરીમાંથી ચોરી કરી હતી અને તે વિક્રમને આપી દીધા હતા. તાજેતરમાં કિશોરીના ઘરે તેની ફોઈ આવતા તેના પિતાએ નવા બનાવેલા દાગીના બતાવવા માટે તિજોરીમાંથી દાગીનાના બોક્સ કાઢ્યા હતા પરંતું બોક્સમાંથી તમામ દાગીના ગુમ હોવાની જાણ થતા તે ચોંકી ઉઠયા હતા. તેમણે પરિવારજનોની પુછપરછ કરતાં આખરે કિશોરીએ દાગીનાની ચોરી કરી તે તેના બોયફ્રેન્ડને બાઈક ખરીદવા માટે આપી દીધા હોવાનું જણાવ્યું હતું.

(5:56 pm IST)