Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

શામળાજીમાં હિંમતનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટિમ દ્વારા મેડિકલ સ્ટોરમાં ચેકીંગ હાથ ધરાયુ

અરવલ્લી: જિલ્લાના શામળાજીમાં હિંમતનગર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું.તે દરમ્યાન શામળાજીમાં આવેલા ગોપી મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરી હતી.જયાંથી એકસપાઈરી દવાઓ મળી આવી હતી.અને ર્ડાકટરના સ્પ્રીકિપ્શન વગર દવાનું ધૂમ વેચાણ થતુ હતું.તપાસ દરમ્યાન રજીસ્ટાર ફાર્માસીસ્ટની ગેરહાજરી હતી.જેથી શીડયુલ એકટ - ૧ નો ભંગ થતાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ દ્વારા કારણદર્શક નોટીસ ફટકારાઈ હતી.

 


અરવલ્લી જિલ્લાના શામળાજી સહિતના વિસ્તારોમાં ડીગ્રી વગરના કહેવાતાં ર્ડાકટરો ની હાટડીઓ માંડી બેઠા છે.જયારે અન્યના નામે નોંધાયેલ મેડીકલ સ્ટોર્સ બીજા વ્યક્તિ ચલાવતા હોવાની ફરીયાદના પગલે જિલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુરૃવારના રોજ શામળાજી પંથકમાં છાપો મારી ચેકીંગ હાથ ધરાયું હતું.જેમાં શામળાજીમાં આવેલ ગોપી મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ્સ ઈન્સ્પેકટર પાર્થિવ પટેલ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.જેમાં રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરી હતી.ર્ડાકટર ની સ્પ્રીકિપ્શન વગર દવાનું વેચાણ થતું હતું.અને એકસપાઈરી દવાઓ મળી આવી હતી.

(5:56 pm IST)