Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ડીએચએફએલનો એનસીડી ઈશ્યુ મંગળવારે ખુલશેઃ ૪ જુને બંધ થશે

અમદાવાદઃ નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં રજિસ્ટર્ડ ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંથી એક હાઉસિંગ ફાઈનાન્સ કંપની દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડએ તા.૨૨ના મંગળવારે ડિબેન્ચરદીઠ રૂ.૧હજારની ફેસ વેલ્યુ ધરાવતો સીકવોર્ડ રીડીમેબલ નોન- કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એન સીડી) લાવવાની દરખાસ્ત રજુ કરી છે. આ ઈશ્યુની બેઝ સાઈઝ રૂ.૩ હજાર કરોડ (બેઝ ઈશ્યુ સાઈઝ) છે. જે રૂ.૯હજાર કરોડ સુધી અને કુલ રૂ.૧૨ કરોડ સુધીનું ઓવર સબસ્ક્રિપ્સન જાળવવાનો વિકલ્પ ધરાવે છે.

જે ૧૪મેના ટ્રેન્ચ ૧ પ્રોસ્પેકટસ દ્વારા ઓફર થયો છે. જે બીજી બાબતોની સાથે સાથે ટ્રેન્ચ ૧ ઈશ્યુની શરતો અને નિયમો ધરાવે છે. (ટ્રેન્ચ ૧ પ્રોસ્પેકટસ) તેનો અભ્યાસ સંયુકતપણે શેલ્ફ પ્રોસ્પેકટસ સાથે કરવો જઈએ તેનું ફાઈલીંગ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ મહારાષ્ટ્ર, મુંબઈ (આરઓસી) સ્ટોક એકસચેન્જ અને સીકયોરીટીઝ એન્ડ ઓકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં થયું છે. શેલ્ફ પ્રોસ્પેકટસ અને આ ટ્રેન્ચર ૧ પ્રોસ્પેકટસ  ધરાવે છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ (બોર્ડ) અથવા એનસીડી પબ્લિક ઈશ્યુ કમિટી દ્વારા ઈશ્યુને વહેલા બંધ કરવાનો કે તેને લંબાવવાના નિર્ણય લેવાના વિકલ્પ સાથે ઈશ્યુ ૪ જુનના રોજ બંધ થશે. છેલ્લા ૩૪ વર્ષમાં ડીએચએફએલએ વિવિધ સેગમેન્ટમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની હોમ લોન પુરી પાડી છે.(૩૦.૭)

 

(3:54 pm IST)