Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સુરેશચંદ્ર અગ્રવાલના નવા પુસ્તક 'ધી હિન્દુ વેટીકન'નું અનાવરણ

અમદાવાદઃ જાણીતા લેખક સુરેશચંદ્ર અગ્રવાલે હિન્દુત્વ માટે એક સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવાના મૂળ વિચાર સાથે લખેલા પુસ્તક 'ધ હિન્દુ વેટીકન' રજુ કરી પ્રકાશનના ક્ષેત્રમાં ફરી પ્રવેશ કર્યો છે. વેટીકનની જેમ હિન્દુઓ માટે પણ મહામંદિર જેવા સર્વોચ્ચ મંડળની સ્થાપના કરવી જોઈએ. તેવો વિચાર લેખકે આ પુસ્તકમાં પ્રદર્શિત કર્યો છે. ભારતની સ્વતંત્રતાને ૭૦ વર્ષ થઈ ગયા હોવા છતા પણ દેશમાં જાતિવાદનું ઝેર પ્રસરાયેલું છે અને નાગરિકોને તેના કડવા ઘુંટડા ભરવા પડે છે.

આ પુસ્તકમાં લેખકે જાતિવાદને દુર કરવાનો માર્ગ દર્શાવ્યો છે. આ કામગીરી માટે રાજકીય પક્ષો પર મદાર રાખવા કરતા હિન્દુઓ માટે એક સર્વોચ્ચ મંડળ, મહામંદિરેની સ્થાપના કરવી જોઈએ જેની સ્થાપના થયેલી આ સર્વોચ્ચ મંડળ હિન્દુત્વને લગતી ઘણી કામગીરી હાથ ધરશે, જેમાં ગાય બચાવો ઝુંબેશ અને હિન્દુ સંકસ્કૃતિના પ્રસાર અને પ્રચારનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ મંડળની સ્થાપનાએ તાતી જરૂરિયાત છે અને ભારતની હાલની સ્થિતીને ધ્યાનમાં લેતા તેનું મહત્વ વધી જાય છે. આજ સુધી કોઈપણ વ્યકિત વેટીકનની જેમ હિન્દુઓ માટે એક મંડળની સ્થાપના કરવાનો વિચાર લઈને આગળ આવ્યું જ નથી. આ પુસ્તક 'હિન્દુ વેટીકને ભારતના પ્રર્વતમાન મુદ્દાઓ જેવા કે ગંગાની સફાઈ, રસ્તે રખડતા કુતરાઓ અને વાંદરાઓના ત્રાસ શિક્ષણની ખરાબ ગુણવતા અને આરોગ્યને લગતી બાબતોનો પણ ઉકેલ આપે છે.' (૩૦.૭)

(3:53 pm IST)