Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

૩ વર્ષની બાળકીને પડતી મૂકી ને પુરુષ ભાગી છૂટયોઃ શું મજબૂરી હતી?

ત્રણ દિવસ પહેલાંની ઘટનાના સીસીટીવી ફૂટેજ મળ્યા

અમદાવાદ, તા.૧૯:ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી ૧૫ મેના રોજ મળી આવેલી બાળકીના વાલીવારસોની કોઈ ભાળ ન મળતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે એસ.ટી. સ્ટેન્ડના સીસીટીવીની તપાસ હાથ ધરતા તેમાં એક અજાણ્યો પુરુષ બાળકીને લઈને આવતો નજરે પડે છે. ૩ થી ૪ વર્ષની બાળકી કશું બોલી શકતી નથી અને કંઈક જણાવી શકે તેમ નથી. લાલ કલરનું કાળા અને સફેદ પટ્ટાવાળું ટી શર્ટ અને આછા ગુલાબી રંગની લેંધી પહેરેલી છે. આ અંગે કોઈ મુસાફરે એસ.ટી.ના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરતા તેમણે પોલીસને જાણ કરી હતી.

માતા-પિતાની કોઈ ભાળ ન મળી

પોલીસે બાળકીના વાલીવારસોને શોધવા પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે એસટી સ્ટેન્ડના સીસીટીવી ચેક કરતા તેમાં આ બાળકીને લઈ ને એક પુરુષ બસ સ્ટેન્ડમાં આવતો દેખાઈ રહ્યો છે, જે બાળકીને મુકીને કયાંક ફરાર થઈ ગયો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(૨૨.૧૨)

(2:41 pm IST)