Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ડીસાના મોટાગામમાં ટોળાનો પરિવાર પર હિચકારો હુમલો ત્રણને ગંભીર ઇજા:ઘરમાં તોડફોડ :મારી નાખવાની ધમકી

આરોપીઓ તાત્કાલિક નહિ પકડાય તો આત્મવિલોપનની પરિવારજનોની ચીમકી

બનાસકાંઠાના ડીસાના મોટાગામમાં એક પરિવાર ઉપર 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


   મળતી વિગત મુજબ નજીવી બાબતે તકરાર થતાં 20 લોકોના ટોળાએ એક પરિવાર પર હુમલો કર્યો હતો. આ ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘરમાં તોડફોડ કરી હતી.અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક આરોપીઓ પકડવામાં આવશે નહિં તો આત્મવિલોપન કરવામાં આવશે.પોલીસે સમગ્ર મામલે 20 લોકોના ટોળા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(1:57 pm IST)