Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વડોદરાના નેશનલ હાઇવે પર દેણા ચોકડીએ ત્રીજો અકસ્માત :બ્રિજ બનાવવા માંગણી :તંત્ર દ્વારા જવાબ નહિ અપાતા લોકો વિફર્યા ;હાઇવે પર ચક્કાજામ

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દેણા ચોકડી પાસે છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો અક્સમાત નોંધાયો છે. આજે થયેલા અકસ્માતમાં પાંચ વાહનોનો ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાં કોલેજ બસમાં સવાર 5 જેટલા સ્ટુડન્ટ ફસાયા હતા. જેથી ફાયરબ્રિગેડની ટીમને બોલાવવાની ફરજ પડતાં ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. દેણા ચોકડી પાસે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોવાના પગલે લોકોએ અહીં બ્રિજ બનાવવાની માંગ કરી છે. જેનો તંત્ર દ્વારા કોઈ વળતો જવાબ નહીં આપતાં લોકોએ આજે ફરીથી હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

(1:13 pm IST)