Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વડોદરામાં દેણા ચોકડી પાસે પાંચ વાહનો વચ્ચે અકસ્માત : ૮ મુસાફરો ઘાયલ

એનડીસીના બે છાત્રોને ઇજાઃ લોકો દ્વારા ચક્કાજામ

રાજકોટ, તા. ૧૯ : વડોદરાના દેણા ચોકડી પાસે સવારે પાંચ વાહનો વચ્ચે અકસ્માત થતા ૮ મુસાફરોને નાની-મોટી ઇજા થઇ છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ વડોદરાના દેણા ચોકડી પાસે અમદાવાદથી મુંબઇ જતા નેશનલ હાઇવે પર પાંચ વાહનોને અકસ્માત થયો હતો જેમાં બસ, ટેન્કર, મોટર, ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં ૮ લોકો ધાયલ થતા તુરંત હોસ્પિટલએ ખસડેલા છે. જેમાં એનડીસી કોલેજમાં બે છાત્રોને આ ઇજા પહોંચી છે.

દેણા ચોકડી પાસે વારંવાર અકસ્માત થતા દેણા ગામના લોકોએ ચક્કાજામ કર્યો છે. (૯.૩)

(12:04 pm IST)