Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ડીસાના શેરપુરા ગામની શિપુડેમની માઇનોર કેનાલમાં ગાબડું ખેતરમાં પાણી ફરી વળતાં પાક ધોવાયો :લાખો નું નુકશાન

 

ડીસાના શેરપુરા ગામની શિપુડેમની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે  કેનાલમાં ગાબડું પડતાં પાણી ચારેબાજુ ફેલાઈ ગયાં હતાં. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે  ખેતરમાં નુકસાનને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

  મળતી  વિગત મુજબ બનાસકાંઠાના ડીસાના શેરપુરા ગામની શિપુડેમની માઇનોર કેનાલમાં ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વ્યય થયો છે. પાણી ચારેબાજુ ફેલાતાં આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યાં હતાં. ખેતરોમાં તળાવો બની ગયાં હતા. પાણીને કારણે ખેતરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતો હેરાનપરેશાન થઈ ગયા છે.

બીજી તરફ મામલે તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કેનલ તૂટ્તાં ખેતરોમાં પાણી ફરી વળતાં કાળી મજૂરી કાર્ય બાદ ખેતરોમાં ઊભા પાકોમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠયો હતો

(9:30 am IST)