Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં લાખો રૂપિયાની ચોરી, લૂંટ સહિતનો ભેદ ખોલતી સુરત ક્રાઇમ બ્રાન્‍ચ

સિનિયર જેલરનાં બંધ મકાનમાં લાખો રૂપિયાની ચોરી, જામજોધપુરમાં ૨૦ લાખની બેગ ઝુંટવી નાશી જવાનો બનાવ, લાલપુરમાં સનસનાટી ભરી લૂંટ સહિત દેશના વિવિધ રાજ્‍યોમાં હાહાકાર મચાવનાર આંતર રાજ્‍ય ગેંગનાં બે શખ્‍સોની પુછપરછમાં મોટા ભેદ ખુલ્‍યા : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા કે. એન. ડામોર સાથે ચર્ચા કરી જેમને ખાસ અભિયાનનું નેતૃત્‍વ સુપ્રત થયેલ છે તેવા ડીસીપી ભાવેશ રોજિયા અકિલા સમક્ષ ખોફનાક અપરાધીઓનાં કારનામા વર્ણવે છે

રાજકોટ, તા.,૧૯:  સુરત શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ રીતે જાળવવા સાથે વોન્‍ટેડ અને રીઢા અને મિલકત વિરોધી ગુન્‍હાના આરોપીઓ સામે ઝુંબેશ ચલાવવાની સ્‍થાનિક સાથે સુરત ક્રાઇમ બ્રાન્‍ચના વડા કે એન. ડામોર સાથે ચર્ચા કરી સુરતના ડીસીપી ક્રાઇમ ભાવેશ રીજીયા જેવા દેશના વિવિધ રાજ્‍યોમાં વિશાળ બાતમીદારોનું નેટવર્ક ધરાવવા માટે જાણીતા અધિકારી સહિતની ટીમને જવાબદારી માણસ પારખું આઇપીએસ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લેવાંનો નિર્ણય સાર્થક નીવડ્‍યો છે. રાજકોટ જેલના સિનિયર ક્‍લાર્કના બંધ મકાનમાંથી સોનાં ચાંદીના દાગીના અને જામ જોધપુરમાં બેંકમાંથી રૂપિયા ૨૦ લાખ સાથેની બેગ ખેચી લેવા સાથે મધ્‍ય પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્‍યોમાં વોન્‍ટેડ ૨ આંતરરાજય અપરાધીઓની પુછપરછમાં ભેદ ખુલ્‍યાનું અકિલા સાથેની વાતચીતમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા દ્વારા સમર્થન મળેલ છે.

 દરમિયાન અમારી ટીમને મળેલ ચોકકસ, સચોટ બાતમી સુચના આધારે સુરત શહેર ક્રાઈમના પોલીસ ઇન્‍સ્‍પેકટરોના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો સુરત શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્‍યાન જનરલ સ્‍ક્‍વોડના પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે અગાઉ મોબાઇલ ફોન તેમજ વાહન ચોરીના સહિતના ગુનાઓમાં પકડાયેલ આરોપી દસ્‍તગીર ઉર્ફે રબ્‍બાની ઉર્ફે ટાઇગર એસ/ઓ મોહમદસકિલ ખલીલ કુરેશી તથા નરસિંહ રવજી ખણધર રાજકોટ શહેર ગ્રાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા, લેપટોપ તથા કેમેરા સહિતનો કિંમતી સામાન ચોરી લાવેલ છે અને બંને મધ્‍યપ્રદેશના ખારગૌન પોલીસ સ્‍ટેશનમાં લૂંટના ગુનામાં નાસતા-ફરતા હોવાની ચોક્કસ બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાંચના પોલીસ માણસોએ ઉન પાટીયા ભીંડી બજાર પાસે જાહેર રોડ પરથી આરોપી (૧) દસ્‍તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઈગર એસ/ઓ મોહમદ સકિલ ખલીલ કુરેશી ઉ.વ.૨૮ રહેવાસી ઉનપાટીયા, તળાવ ગાર્ડનની પાસે, મોહમ્‍મદી મસ્‍જીદની બાજુમાં, સલીમ મંસુરીના મકાનમા ભાડેથી, સુરત મૂળ વતન મુરાદાબાદ ઉત્તર પ્રદેશતથા (૨) નરસિંહ રવજીભાઇ ખણઘર ઉ.વ.૪૫ રહેવાસી સચીન રેલવે સ્‍ટેશનની બાજુમાં તેજા કાકાની બહેનના રૂમમાં સુરત મુળવતન નાની રાફુદળ તા.લાલપુર ગામ, જામનગર વાળાઓને પકડી પાડવામાં આવેલ છે.

 મજકૂર બંને ઇસમોની અંગ ઝડતી માંથી સોના-ચાંદીના ઘરેણા, લેપટોપ, ઝલ્‍ન્‍ય્‍ કેમેરો તથા રોકડ રૂપિયા સહિતનો કૂલ મુદ્દામાલ મળી આવતા મજકૂર બંને આરોપીઓની યુક્‍તિ પ્રયુક્‍તિથી પુછપરછ કરતા બંનેએ ભેગા મળીને રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં

એક બંધ મકાનમાં ઘુસીને ચોરી કરેલ કરેલ હોવાની કબૂલાત કરેલ છે અને આ બાબતે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ખાતે PART A FIR No.૦૨૯૧/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો નોંધાયેલ છે.

તેમજ બંને આરોપીઓ ભેગા મળીને મધ્‍ય પ્રદેશના ખારગૌન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં લૂંટના ત્રણ ગુનાઓને અંજામ આપેલ હોય જેમાં (૧) માહે ઓક્‍ટોમ્‍બર-૨૦૨૦ માં ખારગૌન અવનીગ્રામ વિસ્‍તારમાં રસ્‍તા પર ઉભેલ મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરેલ (૨) માહે માર્ચ-૨૦૨૧ માં ખારગૌન વળંદાવન કોલોની ખાતે ફરીયાદી મહિલા તેમના ઘર બહાર ઉભા હોય તે વખતે તેમને એડ્રેસ પુછવાના બહાને તેમની પાસે આવીને તેમના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરેલ (૩) માહે માર્ચ- ૨૦૨૧ માં ફરીયાદ પોતાના ઘરની બહાર કુલ તોડતા હતા તે વખતે પકડાયેલ આરોપીઓએ ભેગા મળીને ફરીયાદીની ચેનની લૂંટ કરતા ફરીયાદીએ પ્રતિકાર કરતા આરોપીઓએ પોતાની પાસેના ધારદાર હથિયાર

વડે જમણા કાન તથા જમણા હાથની આંગળી પર ઇજાઓ પહોંચાડી લૂંટ કરી નાસી ગયેલ હોવાની કબૂલાત કરતા આ ત્રણેય બનાવ બાબતે ખારગૌન પોલીસ સ્‍ટેશનમાં અલગ-અલગ લૂંટના ગુના નોંધાયેલ છે અને તે ગુનાઓમાં નામદાર ખારગૌનના એડીશનલ ડીસ્‍ટ્રીક્‍ટ જજ સાહેબની કોર્ટ તરફથી બંને આરોપીઓને ત્રણેય લુંટના ગુનામાં G.P.C. કલમ ૭૦ મુજબનું વોરંટ જારી કરીને ફરારી જાહેર કરવામાં આવેલ છે.

તેમજ એકાદ વર્ષ પહેલા બંને આરોપીઓએ સુરત શહેર ખટોદરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી વાહન ચોરી કરીને જામનગર જીલ્લા જામ જોધપુરમાં ફરિયાદી બેંકમાંથી રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- ઉપાડીને જતા હોય તેઓની બેગ છીનવીને ભાગી ગયેલ હોય આ બંને ગુનામાં આરોપી દસ્‍તગીર કુરેશીની ધરપકડ થયેલ છે અને આરોપી નરસિંહ રવજીભાઈ ખણધર નાસતો ફરતો છે અને નામદાર જામજોધપુરના જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ સાહેબે તેના વિરુદ્ધમાં Cr.P.C. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇશ્‍યુ કરી ફરારી જાહેર કરેલ છે.

તેમજ સને-૨૦૧૯ માં લાલપુર ખેતી વાડી મંડળીના મંત્રી નરશીભાઈ તેમની મંડળીની મોટી રકમ લઇને મોટી રાફુદળ તા.લાલપુર જી.જામનગર ખાતે નાનજીભાઈ લાધાભાઈ સોનગરાની વાડીની બાજુની વાડીએ જ રાત્રી દરમ્‍યાન ઉંઘતા હોય જેથી, આરોપી નરસિંહ રવજીભાઇ ખાણધરે અને તેના મામા દીકરા નાનજીભાઈ લાધાભાઈ સોનગરાએ ભેગા મળીને લૂંટ કરવાનું કાવતરું રચેલ અને લૂંટ કરવા માટે ઇન્‍દોર મધ્‍યપ્રદેશથી ફિરોજ ભાદરખાન તથા અંસાર તથા શેરુ નામના ઇસમોને બોલાવેલ અને તેઓ પાસે ગેરકાયદે દેશી બનાવટની પિસ્‍ટલ મંગાવેલ, બાદ તમામ મોટી રાફુદળ ગામ ખાતે નાનજીભાઇ લાધાભાઇ સોનગરાની વાડી પર રોકાયેલ હોય તે વખતે મોટી રાકુદળ ગામમાં આવેલ ગૌરીશંકર મહાદેવજીના ઙ્કાગણમાંથી રાધાકળષ્‍ણની મૂર્તિની ચોરી કરી અને બાપા સિતારામની મૂર્તિની ખંડિત કરેલાનો બનાવ બનતા ગામમા પોલીસ આવેલ અને સર્ચ તપાસ કરતી હોય જેથી, તેઓ તમામ ઘબરાઈ ગયેલ અને ત્‍યાંથી ભાગી ગયેલ અને નરસિંહ ખાણધરે મંગાવેલ ગેરકાયદે દેશી બનાવટની પિસ્‍ટલ નાનજીભાઈ લાધાભાઇ સોનગરાને આપી દીધેલ હતી અને બાદમાં નાનજીભાઈ લાધાભાઈ સોનગરા ગેરકાયદે દેશી બનાવટની પિસ્‍ટલ સાથે પકડાઈ ગયેલ અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ જે ગુનામાં આરોપી નરસિંહ રવજીભાઈ ખણધર નાસતો ફરતો છે.

 તેમ ડીસીપી ભાવેશ રીજિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવવા સાથે સુરત સહિત દેશના વિવિધ રાજ્‍યોના પરાક્રમો વર્ણવ્‍યા હતા.

(10:55 am IST)