Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

માતાની અંતિમવિધિ પૂર્ણ કરી તરત ફરજ પર હાજર થયા પોલીસ કર્મી: મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ!

ફાયર અને ઈમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમ પટેલની ફરજનિષ્ઠા

અમદાવાદ : લોકડાઉનમાં રાજ્યમાં ખડેપગે ફરજ નિભાવતી પોલીસ પ્રંશસા થઈ રહી છે. લોકડાઉનની આ કપરી પરિસ્થિતિમાં કેટલાક કર્મચારીઓ પારિવારિક કે શારિરિક તકલીફમાં હોવા છતાં ફરજ પર હાજર રહી પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે સાથેજ કોરોનાની મહામારી રોકવા જારી કરાયેલા લોકડાઉમાં આકરી પરિસ્થિતિ વચ્ચે નિષ્ઠાના ઉત્તમ ઉદાહરણો જોવા મળી રહ્યા છે

 . ગાંધીનગર ફાયર અને ઈમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમ પટેલના માતાનું અવસાન થયા બાદ તેઓ અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી તરતજ ફરજ પર હાજર થયા હતા. ગાંધીનગર ખાતે માતાની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારને સાંક્વના આપી 24 કલાક પૂર્ણ થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈને સૌના માટે પ્રેરણારૂપ બન્યા છે. ફાયર અને ઈમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમ પટેલની આ સરાહનીય કામગીરીને મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ ટ્વીટ કરી બિરદાવી હતી

(6:43 pm IST)