Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

શીકા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા દાતાઓના સહયોગથી શીકા ગ્રામ પંચાયત વિસ્તારમાં માસ્કનું વિતરણ કરાયું

 પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :અરવલ્લી જિલ્લામાં આવતા નાની ગુજેરી તથા મોટી ગુજેરીમાં શીકા ગૃપ ગ્રામ પંચાયત  દ્વારા દાતાઓના સહયોગથી શીકા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.. જેમાં સરપંચ મોહનભાઈ ખાંટ, ઉપસરપંચ બિનકલબેન પટેલ, તલાટી કમ મંત્રી કૌશિકભાઈ પ્રજાપતિ તથા પંચાયતના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ  વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમણે હાલ ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડિસ્ટન  જાળવવાની અપીલ કરી હતી

(9:44 pm IST)