Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ ત્રણ જુદા-જુદા માર્ગ અકસ્માતમાં 6 શખ્સોને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં વિવિધ સ્થળોએ સર્જાયેલા ત્રણ માર્ગ અકસ્માતોમાં કુલ ૬ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં છે. આ બાબતે જે તે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના રાણીયા તાબે ગુલાબપુરામાં રહેતાં રમણસિંહ જશવંતસિંહ પરમાર ગત રવિવારના રોજ સાંજના સમયે પોતાની સાઈકલ લઈ કંથરાઈ-કોટલીંડોરા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૦૭ વાયઝેડ ૬૭૮૫ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં રમણસિંહની સાઈકલને ટક્કર મારી હતી. પીકઅપ ગાડીની ટક્કર વાગવાથી રમણસિંહ સાઈકલ પરથી ફંગોળાઈ જઈ જમીન પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતા. 

(6:01 pm IST)