Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વસો તાલુકામાં પુરપાટ ઝડપે જતી બાઇકે રાહદારી મહિલાને હડફેટે લેતા મોત

વસો:તાલુકાના મલીયાતજ-લવાલ રોડ પર આવેલ બળીયાદેવજીના મંદિર સામે રહેતાં રેવાબેન ચંદાભાઈ ગોહેલ (ઉં.વ ૭૦) ગઈકાલે સાંજના સમયે ઘર નજીકથી પસાર થતાં માર્ગ પર રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા મોટરસાઈકલે રેવાબેનને અડફેટે લેતાં તેઓ ગંભીર ઈજાગ્રસ્ત બન્યાં હતાં. 
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયાં હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રેવાબેનને સારવાર માટે માતરની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મરનાર રેવાબેનના પૌત્ર દશરથભાઈ ઉદેસિંહભાઈ ગોહેલે માતર પોલીસ મથકમાં મોટરસાઈકલ ચાલક મેલાભાઈ બબુભાઈ સોલંકી (રહે-ભડકદ,તા.સોજીત્રા) સામે ફરિયાદ આપી છે. પોલીસે મેલાભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:00 pm IST)