Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કમોસમી વરસાદથી ઉનાળાનાં અમૃતફળ ગણાતાં ટેટી અને તરબૂચ થશે મોંઘાં

અમદાવાદ તા. ૧૯: ગરમીની ઋતુમાં રસભર્યા ફળ ટેટી અને તરબૂચનો ભાવ પ્રમાણમાં વાજબી હોવાના કારણે કોઇપણ માટે લોકપ્રિય રહે છે. કેરીના આગમન પહેલાં બજારમાં આવતાં ટેટી અને તરબૂચ ગરમીમાં કેરીનો વિકલ્પ બને છે, પરંતુ વાવાઝોડા સાથેના કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કરા પડતાં તરબૂચ, ટેટી જેવાં વેલાવાળાં ફળ, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ચીકુનાં ફળ ૪૦ પ્રતિ કિલો મળતાં તરબૂચ અને ટેટી સસ્તાં થવાના બદલે વધુ મોંઘા થશે. નુકસાનના કારણે ર૦ રૂપિયે કિલોના ભાવે મળતાં તરબૂચ હવે ૩૦ રૂપિયે કિલો ખાવાની તૈયારી રાખવી પડશે.

માવઠાના કારણે આંબા, લીંબુ, પપૈયાં સહિતના રોપા જમીનદોસ્ત થયા છે. બાજરી ખેતરોમાં ચાદરની જેમ પથરાઇ ગઇ છે.

(3:59 pm IST)