Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સુરતના કડોદરામાં પતિને છોડીને દિયર સાથે રહેતી મહિલા પર તેજબ છાંટી પ્રેમી ભાગી ગયો

છેલ્લા સાત વર્ષથી પતિને છોડીને કૌટુંબિક દિયર સાથે રહેતા સુનિતાદેવીને અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ બંધાયો

સુરતના કડોદરા નગર સ્થિત પતિને છોડીને  દિયર  સાથે રહેતી મહિલાના ચહેરા ઉપર તેના પ્રેમીએ તેજાબ છાટી ભાગી ગયાનો બનાવ બન્યો છે

  મળતી માહિતી પ્રમાણે કડોદરા સ્થિત શાંતિનગરમાં આવેલા સંતોષ પ્રજાપતિના મકાનમાં રહેતી 32 વર્ષીય સુનીતાદેવી રામરાજ મિશ્રા જે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિતાદેવી છેલ્લાં 7 વર્ષથી તેના પતિને છોડીને તેના કૌટુંબિક દિયર સત્યજીત વિક્રમાજીત મિશ્રા સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા.થોડા દિવસ અગાઉ સુનિતાદેવીને અન્ય કોઇ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સત્યજીત મિશ્રાને છોડીને તેની પ્રથમ પ્ની સાથે રહેવા ચાલ્યો હતો. હતો.
 

    ત્યારે સુનિતાદેવીએ સત્યાજીત મિશ્રાને શાંતિથી રહેવા દેવા માટે પણ આજીજી કરી હતી. જેથી સત્યજીતને આ વાતની અદાવત રાખી સુનિતાદેવી કડોદરા સીએનજી પંપ પાસે નેશનલ હાઇવના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી હતી. ત્યારે સત્યજીત તેણીના ચહેરા ઉપર તેજાબ નાખી ત્યાંથી નાસી છૂટ્યો હતો

   આ ઘટનામાં સુનિતાદેવી ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુનિતાદેવીનો મોઢાનો મોટો ભાગ દાઝી ગયો હતો. સુનિતાદેવીએ સત્યજીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે

(11:00 pm IST)