News of Thursday, 19th April 2018

વિરમગામના કરકથલમાં આડા સંબંધનો કરૂણ અંજામઃ યુવતિના પિત્રાઇ ઉપર આરોપીઓએ ટ્રેક્ટર ફેરવી દઇ ક્રુરતાપૂર્વક હત્યા

વિરમગામઃ આડા સંબંધના કારણે વિરમગામના કરકથલમાં યુવતિના પિત્રાઇ ઉપર આરોપીઓએ ટ્રેક્ટર ફેરવી દઇ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે.

વિરમગામના કરકથલ ગામમા રહેતા જામાભાઇ ભુરાભાઇ ભરવાડ જેઓની ભત્રીજી સાથે ગામનો જ શખ્સ અજીત હમીર ગોહીલ આડા સબંઘ ઘરાવતો હતો. જેની ખબર 4 દિવસ પહેલા મૃતક વાલાભાઇ જામાભાઇ ભરવાડને પડતા તેઓએ આરોપી અજીત ગોહીલને ઠપકો આપતા આપ્યો હતો. તેની અદાવત અને મનદુઃખ રાખી આજરોજ વહેલી સવારે કરકથલ ગામમાં આરોપીઓએ એકસંપ કરી મંડળી રચી પૂર્વ આયોજીત કાવતરું રચી કોદાળી લાકડીઓ સાથે ટ્રેક્ટર લઇને ૫હોંચી ગયા હતાં.

પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, ઘટનાસ્થળે બોલાચાલી બાદ મૃતક વાલાભાઇ જામાભાઇ ભરવાડ ઉ૫ર આ શખ્સો તૂટી પડ્યા હતાં અને માથાના અને પેટના ભાગે ઘા મારી ગંભીર ઇજા ૫હોંચાડી હતી. અન્ય આરોપી પ્રવીણ જેસંગભાઇ ગોહીલ અને ચિતરંજન મહારાજે આરોપીઓએ મારી નાખો  ટ્રેક્ટર ફેરવી દોઉશ્કેરણી કરી આરોપી અજીતે વાલા ભરવાડ ઉ૫ર ટ્રેક્ટર ફેરવી દીધુ હતું.

ઘટનાની જાણ થતા વિરમગામ ગ્રામ્ય પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ૫હોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાની ફરીયાદ મૃતકના પિતા જામાભાઇ ભુરાભાઇ ભરવાડે ગ્રામ પોલીસ મથકમાં નોંઘાવી છે. જેમા આરોપી અજીત હમીર ગોહીલ, ગોપાલ હમીર ગોહીલ, હમીર ડાહ્યા ગોહીલ, દશરથભાઇ ડાહ્યાભાઈ ગોહીલ,પ્રવિણભાઇ જેસંગભાઇ ગોહીલ,ઘીરુભાઇ દેવુભાઇ ચૌહાણ, દિપકભાઇ ડાહ્યાભાઈ ચૌહાણ, લાલાભાઇ નવલસંગ, ચિતરંજન રાધાકૃષ્ણ મહારાજ તમામ સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:25 pm IST)
  • આખરે રાજ્યપાલે મહિલા પત્રકારની માફી માંગી : એક પ્રેસ કોન્ફરન્સમાં તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મહિલા પત્રકારના ગાલ થપથપાવતાં થયેલા વિવાદમાં છેવટે એમણે માફી માંગતા મામલો થાળે પડ્યો છે. મંગળવારે સાંજની આ ઘટના બાદ રાજ્યના પત્રકારોએ આ મામલે માફી માંગવાની માંગ કરતાં વિવાદ વધુ ઘેરાયો હતો. access_time 6:40 pm IST

  • સુરત બિટકોઈન મામલો : આખરે ભાગેડુ PI અનંત પટેલની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ : મૂળ સૌરાષ્ટ્રના એવા સુરતના વિવાદાસ્પદ ગણાતા બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને તેમને ગાંધીનગર ખાતેના કોઈ ફાર્મમાં જઈને ગોંધી રાખીને મારપીટ કર્યાંના પીઆઈ અનંત પટેલ પર છે આરોપ : કરોડોના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાનો પણ છે PI પર આરોપ access_time 3:40 pm IST

  • અમેરિકામાં એક શખ્સને બાળકોના અશ્લિલ વીડિયો બનાવી ઓનલાઈન વેંચવાના ગુનામાં કોર્ટે 105 વર્ષની સજા સંભળાવી છે. તેમજ પીડિત બાળકોને 31 હજાર ડોલરનો દંડની ચૂકવણી કરવા કહ્યુ છે. આરોપી જેરેટ ટર્નરએ એક કાફેના ભોયરામાં એક 10 વર્ષની બાળકી અને 12 વર્ષના બાળકનો વિડીયો બનાવ્યો હતો. તેમજ વિડીયો બનાવતી વેળાએ અશ્લિલ વર્તન પણ કરતો હતો, જેનો પર્દાફાર્ષ ખુફિયા એજન્સી 'Argos'એ કર્યો હતો. access_time 1:49 am IST