Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરત શહેરમાં આરટીઇ હેઠળ 914 શાળાઓમાં પ્રવેશ મળશે

સુરત: ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના સંતાનો પણ સેલ્ફફાઇનાન્સ સ્કુલોમાં ફી ભર્યા વગર વિનામુલ્યે ભણી શકે તે માટે આવતીકાલ ગુરૃવારથી રાઇટ ટુ એજયુકેશન એકટ (આરટીઇ) હેઠળ ધો-૧ માં ઓનલાઇન પ્રવેશ પ્રકિયા શરૃ થઇ રહી છે. સુરત શહેર અને જિલ્લાની ૯૧૪ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ઉનાળુ વેકેશન શરૃ થવાની સાથે જ શાળાઓમાં એડમીશન પ્રકિયાનો ધમધમાટ શરૃ થઇ જશે.આથી જ સરકારે પણ આ વર્ષે રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ધો-૧ માં વિનામુલ્યે પ્રવેશ આપવા માટે આવતીકાલ ગુરૃવાર થી ઓનલાઇન પ્રવેશ પ્રકિયા શરૃ થશે.  સુરત શહેર અને જિલ્લાની કુલ ૯૧૪ જેટલી સેલ્ફફાઇનાન્સ  પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ વિનામુલ્યે પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આગામી ૫ મી મેં સુધી ફોર્મ ભરવાની પ્રકિયા ચાલશે. એકવાર ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ જમા કરાવવા માટે સુરત શહેર અને જિલ્લામાં ૪૦ જેટલા રીસીંવીંગ સેન્ટરો શરૃ કરાયા છે. એકવાર ફોર્મ ભરાયા પછી આઠમી મે સુધી વિદ્યાર્થીઓ ફોર્મ જમા કરાવી શકશે. સુરત શહેરની  સેલ્ફફાઇનાન્સ જેટલી પણ સ્કુલો છે,તેમાં વિદ્યાર્થીઓને ધો-૧ માં પ્રવેશ મળશે. એકવાર આરટીઇ હેઠળ પ્રવેશ મળ્યા બાદ ધો- ૧ થી લઇને ૮ સુધી બાળકોએ વિનામુલ્યે ભણવાનુ રહેશે. વિદ્યાર્થીઓની ફી સરકાર જમા કરાવશે. વધુમાં જે શાળામાં પ્રવેશ મેળવવા માંગતા હોઇ તે શાળા વિદ્યાર્થીના ઘરથી છ કિલોમીટર સુધીના એરીયામાં આવતી હશે તો જ પ્રવેશને પાત્ર ગણાશે. સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે આ વખતે આરટીઇના પ્રવેશ ઉપર ભાર મુકયો હોવાથી વિદ્યાર્થીઓને જે જાણીતી શાળામાં પ્રવેશ લેવા માંગે છે. તેમાં મળી શકશે.

(4:42 pm IST)