Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ક્રિસ્‍ટલ એ સ્‍ટેબલમાં અપગ્રેડ

(કેતન ખત્રી) અમદાવાદઃ ભારતની અગ્રણી વૈવિધ્‍યસભર NBFCમાંની એક અને ગયા વર્ષે યુનિકોર્ન બનનારી, ઇનક્રેડ ફાઇનાન્‍સિયલ સર્વિસીસ લિમિટેડ (ઇનક્રેડ ફાઇનાન્‍સ)ને ઉજવણી કરવા માટે એક બીજું કારણ મળી ગયું છે.ક્રિસિલે ઇનક્રેડ ફાઇનાન્‍સ માટે લાંબા ગાળાના રેટિંગને અગાઉના રેટિંગને ‘ક્રિસિલ એએ-/સ્‍ટેબલ' માં અપગ્રેડ કર્યું છે, જે પહેલા ‘ક્રિસિલ એૅ/સ્‍ટેબલ' હતું. રેટિંગ્‍સમાં અપગ્રેડ થવું એ ઉચ્‍ચ કોટિના રોકાણકારોના આધાર દ્વારા સપોર્ટેડ કંપનીના મજબૂત મૂડીકરણને પ્રતિબિંબિત કરે છે, જે ર્અનિંગ પ્રોફાઇલમાં સતત સુધારા સાથે જોડાયેલ છે. આ રેટિંગ્‍સ માટે ઇનક્રેડની અનુભવી નેતળત્‍વ ટીમ અને વૈવિધ્‍યસભર લોન પોર્ટફોલિયોનું પરિબળ પણ જવાબદાર છે.ઇનક્રેડ ફાઇનાન્‍સ કેપિટલાઇઝેશન મજબૂત રહી છે, જે ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ રૂ. ૨,૪૮૪ કરોડની સામે ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૩ના રોજ તેની રૂ. ૩,૨૧૮ કરોડની નેટ-વર્થમાં થયેલા વધારામાં પ્રતિબિંબિત થાય છે. નેટ-વર્થમાં થયેલા વધારાને કંપની દ્વારા ડિસેમ્‍બર ૨૦૨૩માં એકત્ર કરાયેલી રૂ. ૫૦૦ કરોડની ઇક્‍વિટી મૂડી અને આ સમયગાળા દરમિયાન નફામાં વળદ્ધિનો સપોર્ટ મળ્‍યો હતો. તેમ યાદીમાં જણાવે છે.

(5:09 pm IST)