Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ગોરાકોલોની ચાણક્ય હોસ્ટેલમાં ૧૧ વર્ષીય બાળકનું સીકલસેલ ની બીમારથી મોત : આરોગ્ય તંત્ર લાચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સીકલસેલનાં ઘણા કેસો હોય એ માટે આરોગ્ય વિભાગ જરૂરી પગલાં લે છે છતાં અમુક વિસ્તારમાં લોકો જરૂરી સારવાર નહિ કરાવતા હોવાથી ક્યારેક મોતને ભેટે છે ત્યારે હાલમાં એક બાળકનું સીકલસેલની બીમારીમાં મોત થયાનું જાણવા મળ્યું છે

  પ્રાપ્ત માહિતી અનુસાર એકલવ્ય સ્કૂલ નાં કર્મચારી હેમેન્દ્રકુમાર ગંભીર ભાઇ તડવીએ પોલીસને જાણ કર્યા મુજબ કીર્તીરાજ દીપસીંગભાઇ વસાવા( ઉવ.૧૧ )(રહે ગોરાકોલોની એકવ્ય સ્કુલ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે જુના મોઝદા તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓ તા.૧૭/૦3/૦૨૩ના રોજ ગોરા કોલોની એકલવ્ય સ્કુલમા ચાણક્ય હોસ્ટેલના રૂમમા જુની સીકલસેલની બીમારીની દવા ચાલુ હોઇ જેથી સીકલસેલની બીમારીના કારણે તેનું હોસ્ટેલની પથારીમા મોત થયું હોય પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
જોકે નર્મદા જિલ્લામાં ઘણા દર્દીઓ સીકલસેલનો શિકાર બન્યા છે અને હજુ તેમાં ઉમેરો થતો જ જાય છે આરોગ્ય વિભાગ આ માટે જરૂરી સારવાર અને જાગૃતિ લાવવા ઘણા પ્રયત્નો કરે છે છતાં અંતરિયાળ ગામોની અભણ પ્રજામાં આવડત નો અભાવ ગણો કે ઓછી સમાજ હોવાનાં કારણે આ રોગ અટકવાનું નામ લેતો નથી. માટે આવા કિસ્સામાં આરોગ્ય લાચાર હોય તેમ જણાય છે.

(11:33 pm IST)