Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

વડોદરાનો અનોખો કિસ્સો:બે સગી બહેનો સાથે વિશ્વાસઘાત કરી નાની બહેને બોગસ બોગસ પેઢીનામું બનાવી જમીન પચાવી પાડતા ગુનો દાખલ

વડોદરા: પાદરા તાલુકાના જાસપુર ગામમાં આવેલી જમીન પ્રભાતસિંહ હિંમતસિંહ વાઘેલાના નામે હતી. તેમનું અવસાન થયા બાદ જમીનમાં વારસાઈ તરીકે તેમના પત્ની રામબાનું નામ રેવન્યુ રેકોર્ડ પર ચડ્યું હતું. તેઓને સંતાનમાં ત્રણ પુત્રીઓ હતી ત્રણ પુત્રી પૈકી સૌથી નાની પુત્રી વસંતબેન પિયરમાં રહેતા હતા. ત્યારે તેમની બંને બહેનો બૈયરાજબા અને આનંદબાના નામો છુપાવીને બોગસ સોગંદનામુ તૈયાર કરી જાસપુર ગ્રામ પંચાયતમાં તલાટી પાસે પેઢીનામુ બનાવ્યું હતું. ચાર ખેતરોમાં વસંતબેને પોતાનું નામ બે સગી બહેનોના હક ડુબાડીને ચડાવી દીધું હતું. જ્યારે તાજેતરમાં એક અન્ય ખેતરમાં પણ વસંતબા બંને બહેનોના દુબાડીને બોગસ પેઢીનામાના આધારે ફરીથી વારસાઈ કરાવવા માટે મામલતદાર ઓફિસમાં અરજી આપી હતી. જોકે અંગેની જાણ બૈયરાજબાના પૌત્રને થતા મોરબી ખાતે રહેતા પૌત્ર હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકીએ વસંતબેન તેમજ પેઢીનામામા સાક્ષીઓ તરીકે સહી કરનાર પાંચ શખ્સો સામે પાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(7:39 pm IST)