Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સરકારનો વહીવટી અને વિકાસ ખર્ચ કરોડોનો

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : રાજય સરકારના બજેટમાં ફાળવવામાં આવેલ રકમ અંગે કોંગ્રેસના ગેનીબેન ઠાકરોના પ્રશ્નના ઉતરમાં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે તા.૩૧/૧ર/રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં વહીવટી ખર્ચ પાછળ રૂા.૧પ૪,૧૯ કરોડની રકમ ખર્ચવામાં આવી છે. જયારે વિકાસ ખર્ચ પાછળ કુલ રૂા.રપપ,૭પ૭,૩ર કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

(3:39 pm IST)