Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

આદિવાસી યુવક ને માર મારનાર તિલકવાડા પોલીસ સામે કડક કાર્યવાહી કરવા રેલી સાથે મામલતદારને આવેદન

- કોઈપણ પ્રકારની કાયદેસર ની કાર્યવાહી કર્યા વિના પોલીસ સ્ટેશનમાં બોલાવી યુવકને બર્બરતા પૂર્વક મારમારી માર ન ખાવો હોય તો 50,000 આપી દેજો તેમ જણાવી જાતિ વિષયક ગાળો આપી અત્યાચાર કર્યાનો આવેદનપત્રમાં આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :તાજેતરમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચોર મહુડી ગામની યુવતીને અગર ગામનો યુવક ભગાડીને લઈ ગયો હોવાની ફરિયાદ યુવતીના પિતાએ તિલકવાડા પોલીસ મથકે નોંધાવી હતી તે ફરિયાદની તપાસ કરતા તિલકવાડા પોલીસ કર્મીઓ યુવકના પરિજનોને તિલકવાડા પોલીસ મથકે બોલાવી એક યુવકને ઢોર માર મારી જાતિ વિષયક શબ્દ બોલી ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને પગલે યુવકના પરિવારજનોએ રાજપીપલા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આજરોજ રેલી કાઢી તિલકવાડા મામલતદારને આવેદન આપી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં તિલકવાડ તાલુકાનાં આદિવાસીઓ પર તિલકવાડા પોલીસ ના અધિકારીઓએ દ્વારા અત્યારચાર અને શોાણ વધી ગયું છે.જેમાં એક યુવાન અને યુવતી દ્વારા પોતાની મરજીથી લગ્ન કરી લીધેલ હોવા છતા યુવકના ભાઈને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કર્યા શિવાય પોલીસ સ્ટેશનમાં બોલાવી બર્બરતા પૂર્વક મારમારી માર ન ખાવો હોય તો 50,000 આપી દેજો તેમ જણાવી જાતિ વિષયક ગાળો આપી અત્યાચાર ગુજારેલ હતો. અને આવો અત્યાચાર ઘણા બધા લોકો સાથે કરેલ છે પરંતુ પોલીસના મારની એટલો બધો ડર બેસી ગયેલ હોય કોઈ ફરિયાદ કરી શકતું નથી.
હાલ તિલકવાડા તાલુકામાં દારૂ અને જુગારના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે પરંતુ પોલીસ માત્ર જુગાર રમવા વાળા તથા દારૂ પીવા વાળાને પકડીને માર મારી નાણાં ઉઘરાવી લે છે જ્યારે મોટા આરોપીઓ કે જેઓ આવા અડ્ડા ચલાવે છે તેમના પાસેથી હપ્તાઓ લઈ જવા દે છે.
આમ મોટા ગુનેગારોને પોલીસ કઈ નથી કરતી અને જે લોકોએ કોઈ ગુનો નથી કર્યો તેવા નિર્દોષ લોકોને માર મારી અત્યાચાર અને શોસણ કરવામાં આવે છે. જેથી હાલ આવેદન પત્ર આપવાની ફરજ પડેલ છે.
અમો આવેદન કર્તાઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે દોષિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે ભોગ બનનાર આદિવાસી યુવકને ઝડપી ન્યાય મળે અને આદિવાસીઑ પર થતાં અત્યાચાર અને શોસણ માથી મુક્તિ મળે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ છે.
જો તાત્કાલિક પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસર શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે

   
(10:16 pm IST)