Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

ગામકુવા ગામમા જમીનના ભાગ બાબતે દંપતી ઉપર કુહાડી-લાકડી વડે હુમલો,4 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ગામકુવા ગામમાં જમીનમાં ભાગ બાબતે ઝગડો થતા દંપતી ને માર મારી જાન થી મારી નાંખવાની ધમકી આપનાર ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગામકુવા ના ખત્રી ફળિયામાં રહેતા રતિલાલભાઇ રડવાભાઇ વસાવા ની ફરિયાદ મુજબ તે અને તેમના પત્ની મધુબેન પોતાના ઘરની બાજુમાં આવેલ વાડામાં હતા તે વખતે કંચનભાઇ ગુમાનભાઇ વસાવા એ જણાવ્યું કે મને પણ આપણી જમીનનો સરખો ભાગ આપો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી ઢિકાપાટુનો માર મારી તથા કંચન નું ઉપરાણું લઈ પ્રવિણભાઇ કંચનભાઈ વસાવા ત્યાં કુહાડી લઇ આવી રતીલ્લાનાં માથામાં ઉપરના ભાગે કુહાડી મારી ઇજા પહોચાડી તથા સાવિત્રીબેન કંચનભાઇ વસાવા અને જસીબેન રમેશભાઇ વસાવા મધુબેનને પકડી રાખી તથા કંચન વસાવા નજીકમાંથી લાકડી લઇ આવી મધુબેનના માથામાં લાકડી મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરતા આમલેથા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:18 pm IST)