Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

નાંદોદ તાલુકાના ધમણાચા ગામમાં બીજા દિવસે પણ દીપડો પાંજરામાં કેદ ન થતા સ્થાનિકોમાં ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ઘણા વિસ્તારોમાં દીપડાઓનો ભય વધી રહ્યો છે ખેડૂતો પોતાના ખેતરોમાં જતા પણ થથરી રહ્યાં છે ત્યારે ગુરુવારે નાંદોદ તાલુકાના ધમણાચા ગામમાં એક દીપડો ઘૂસી ગયા બાદ ગામની કેનાલ પાસે દીપડાએ એક બકરાનું મારણ કરી કેનાલ માં આવેલા ભુંગળામાં ઘૂસી ગયા બાદ રાજપીપળા વન વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી અને આસપાસનો રસ્તો કોર્ડન કરી દીપડાનું રેસ્ક્યુ કરવા જહેમત ઉઠાવી હતી, પરંતુ સાંજ સુધી દીપડો ભૂંગળા માંથી બહાર ન આવતા ત્યાં વન વિભાગે પાંજરું ગોઠવી દીધું હતું છતાં આજે બીજા દિવસે પણ દીપડો આ પાંજરા માં કેદ ન થતા સ્થાનિકોમાં બે દિવસ થી ભય જોવા મળી રહ્યો છે.
જોકે રાજપીપળા વન વિભાગના આરએફઓ સોની એ જણાવ્યું હતું કે અમે ગુરુવારે લોકોની સલામતી માટે પોલીસ અને પાંજરું મૂક્યું છે હજુ સુધી દીપડો પાંજરે કેદ થયો નથી.

(10:14 pm IST)