Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

અમદાવાદમાં કોરોનાનો કહેર સુપર સ્પ્રેડરોનોફરીથી કરાશે ટેસ્ટ : મનપાનો મહત્વનો નિર્ણય

વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDનો નિર્ણય 5થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા તંત્ર દોડતું થયું છે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યાં છે હવે સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDએ આ નિર્ણય કર્યો છે

OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે  હોમ ડિલિવરી બોયના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાયો છે આ માટે 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે  ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર અપાશે સોસા.માં કેસ વધશે તો માઇક્રો કન્ટે.ઝોન જાહેર કરાશે

(8:16 pm IST)