Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નજીક પતિ પર સ્ત્રી સાથે ભાગી જતા પત્નીએ પુત્રની સાથે ટ્રેન નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતા ચકચાર

દાહોદ:જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં રેલવે ટ્રેકની બાજુમાંથી એક મહિલા અને બાળકની લાશ મળી હતી. ટ્રેનની નીચે પુત્રની સાથે પડતું મૂકી આત્મહત્યા કરનાર મહિલાની નજીકમાં એક ચિઠ્ઠી પણ મળી  છે જેમાં પોતાનો પતિ કોઈ અન્ય ી સાથે ભાગી જતાં પોતે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લીમખેડા તાલુકાના વડેલા ગામની પરિણીતા શમા પટેલનો પતિ ચેતન તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે ભાગી ગયો હોવાના કારણે આજે શમા અઢી વર્ષના પુત્ર મીતને લઈ ઘેરથી નીકળી ગયા બાદ માતા - પુત્રની લાશ દેવગઢબારીઆ તાલુકાના અસાયડી ગામની નજીક મોરવા તાલુકાના ખાબડા ગામની   રેલવે ટ્રેકની નજીકથી આજે સાંજના સમયે મળી હતી.

પરિણીતા અને થોડે દૂર એક બાળકની લાશ પણ જણાતા ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી ગઇ હતી. લોહીંલુંહાણ હાલતમાં મહિલા અને બાળકની લાશ સ્થળ પર પડી હતી. મૃતક મહિલાની નજીકથી એક ચિઠ્ઠી મળી હતી જેને પોલીસે કબજે કરી હતી.   મૃતક પરિણીતાનું પિયર સીંગવડ તાલુકાના છાપરવડ ગામે આવેલું છે તેના પિતા ભાવસિંગ ગુલાબભાઈ બારીયાએ લીમખેડા ખાતે રહેતા ચેતન બળવંતભાઈ પટેલ સાથે છ વર્ષ પહેલા લગ્ન કરાવ્યાં હતાં. લગ્ન બાદ શમાને  પ્રથમ પાંચ  વર્ષની પુત્રી છે અને બીજુ સંતાન અઢી વર્ષનો મીત હતો. 

(5:21 pm IST)