Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પોઇચા પુલ સહિતના અનેક પ્રશ્ને વિધાનસભામાં કરી રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવા એ તાજેતરમાં વિધાનસભા માં નર્મદા જિલ્લાના અને પ્રશ્નો બાબતે રજુઆત કરી જેમાં નાંદોદ તાલુકાના પોઈચા પુલ વર્ષમાં બે ત્રણ વાર રીપેર કરવો પડે છે. આ રીપેરના ખર્ચથી બીજો નવો પુલ બની શકે છે. એટલો ખર્ચ આ પુલના સમારકામમાં કર્યા છે. આ પુલ તથા આસપાસના લોકોને ઉપયોગી છે. પોઈચા જુના પુલ પાસે નવો પુલ બનાવવાની જરૂર છે.સાથે સાથે જિલ્લામાં પ્રાથમીક શિક્ષણ કથળી ગયું છે. પૂરતા શિક્ષકો શાળા ઓમા નથી. શૈક્ષિણીક સુવીધાઓ નથી.

 શિક્ષણનો વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો છે. પ્રાથમિક માધ્યમીક અને ઉચ્ચ્તર માધ્યમીક તથા કોલેજ જતા વિદ્યાર્થી માટે ગામડાઓમાં બસોની સગવડો નથી.જેથી નર્મદા જીલ્લાના ઉડાણના વિસ્તારના ગામડાઓના વિદ્યાર્થીઓ બસોની સગવડો ન હોવાથી સ્કુલ કોલેજ સમય સર પહોંચી શકતા ન હોવાથી તેઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ગામડાઓમાં બસોની ફાળવણી કરવામાં આવે કલાકો સુધી વિદ્યાર્થીઓએ બસોની રાહ જોવી પડે છે. દિકરીઓ સ્કુલે બસોના અભાવે જઈ શકતી નથી નર્મદા જીલ્લામાં ટેકનીકલ શિક્ષણમાટે ભરૂચ તથા અન્ય શહેરોમાં શિક્ષણ મેળવવા જવું પડે છે. શાળાઓમાં વ્યાયામ શિક્ષકો ,ચિત્રકલાના શિક્ષકો નથી. તવડી ગામથી અંકલેશ્વર સુધીનો રસ્તો બનવાનો બાકી છે. ભંગાર હાલતમાં છે. આ રસ્તો અંકલેશ્વરથી તવડી થી સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડે છે.

  સ્ટેચ્યું ઓફ યુનિટીની આજુ- બાજુ ૭૦ ગામોના ખેડુતોને ખેતી માટે સિંચાઈની સગવડ નથી. નર્મદા યોજના ત્યાના સ્થાનિકો માટે આફત લાવનારી યોજના છે. ઉદ્વવહન સિંચાઈ યોજના દ્રારા ૭૦ ગામોને સિંચાઈના પાણી આપવાની જરૂર છે.તેવી પી.ડી. વસાવાએ માંગ કરી છે.આવા અનેક પ્રશ્નો નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા એ વિધાનસભામાં અધ્યક્ષને પુછ્યા હતા અને તેનો તાત્કાલીક હલ કરવા માટે જણાવ્યું હતું.

(9:31 am IST)