Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેન્ડની બહાર મોબાઈલ કોમ્પલેક્ષમાં આગ : ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ પહોંચી

લોકોને ટોળે ટોળા ઘટના સ્થળે ઉંમટી પડ્યા : પોલીસે ટોળાને વેર વિખેર કર્યા

અમદાવાદ શહેરના ગીતા મંદિર નવા એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં એકાએક આગ ભભૂકી નિકળતા લોકોમાં ભારે અફરા તફરી જોવા મળી હતી. આ આગની જાણ ફાયરને કરતા ફાયરની  5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા માટે રવાના થઈ છે. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. આગને લઈ લોકોને ટોળે ટોળા ઘટના સ્થળે ઉંમટી પડ્યા હતા. જેથી પોલીસે ટોળાને વેર વિખેર કર્યા છે

(11:32 pm IST)