Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બાળકોની સુરક્ષા માટે વડોદરા પોલીસનું અનુકરણીય પગલું :સ્કૂલની વર્દીના વાહનોમાં સીસીટીવી કેમેરા લગાડવા આદેશ

કેમેરાની લાઈવ ફીડ કે લિંક બાળકોના માતાપિતા અને સ્કુલના પ્રિન્સીપાલને આપવા આદેશ

વડોદરા : બાળકો સાથેના દુરાચાર રોકવા વડોદરા પોલીસે અનુકરણીય પગલું ભર્યું છે સ્કુલ વર્દીના વાહનોમાં વિદ્યાર્થીનીઓ સાથે થતી સતામણીના મામલામાં વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્કુલ વાન, રીક્ષા અને બસમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ કર્યાં છે. સાથે જ કેમેરાની લાઈવ ફીડ કે લિંક બાળકોના માતાપિતા અને સ્કુલના પ્રિન્સીપાલને આપવા આદેશ કર્યો છે

ઘરે બેઠા બેઠા વાલીઓ સ્કુલ વાહનોમાં પોતાના બાળકોને જોઈ શકશે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં આ પ્રકારનો આદેશ કરાયો છે. તો સાથે જ જાહેરનામાનો અમલ ન કરનારા સ્કુલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી શકાશે. આમ, માતાપિતા આરામથી પોતાના સંતાનોને કોઈ પણ ડર વગર સ્કૂલમાં મોકલી શકશે. 

સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરામાં જ આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતી તખા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ, વાન તથા બસના માલિકોએ હવેથી ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. આ કેમેરાની સાથે જ કોલેજ-સ્કૂલના પ્રિન્સીપાલ અને મેનેજમેન્ટને મોબાઈલ ફોન, કમ્પ્યૂટર અને લેપટોપ પર તેની લિંક મળી રહે તેવા પણ સૂચનો કરાયા છે. 

(10:45 pm IST)