Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

નડિયાદમાં અગાઉ બળાત્કારના આરોપીને અદાલતે દસ વર્ષની સજા ફટકારી દંડની સુનવણી કરી

નડિયાદ: શહેરમાં સેશન્સ કોર્ટે  એક વર્ષ અગાઉ થયેલ બળાત્કારના બનાવમાં આરોપીને દશ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.નડિયાદ તાલુકાના ખોડિયારપુરા તાબેના મહોળેલમાં ૧ વર્ષ અને ૨ મહિના પહેલા સગીરાને ભગાડી જવા અંગેના બનાવમાં કોર્ટે આ સજા સંભાળાવી છે.

નડિયાદ તાલુકાના મહોળેલ તાબેના ખોડિયારપુરા ગામના બિપીનભાઇ અરવિંદભાઇ સોલંકી ગત્ તા.૨૯-૧-૨૦૧૯ ના રોજ રાત્રીના ૩ઃ૦૦ વાગ્યાના અરસામાં કોઇ સગીર વયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સગીરાને લલચાવી,ફોસલાવી પટાવી ભગાડી ગયા બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

(5:29 pm IST)